દૂર દૂર પરહરતાં, સાજન !
વરસો આમ જ સરતાં, સાજન !

કારતકના કોડીલા દિવસો -
ઊગી આથમી ખરતા , સાજન !

માગશરના માઝમ મ્હોલોમાં
નેવાં ઝરમર ઝરતાં , સાજન !

પોષ શિશિરની રજાઈ ઓઢી
અમે એક થરથરતા , સાજન !

માઘ વધાવ્યા પંચમ સ્વર તો
કાન વિશે કરકરતા , સાજન !

છાકભર્યા ફાગણના દહાડા -
હોશ અમારા હરતા , સાજન !

ચૈત્ર ચાંદની, લ્હાય બળે છે,
તમે જ ચંદન ધરતા, સાજન !

એ વૈશાખી ગોરજવેળા,
ફરી ફરીને સ્મરતા , સાજન !

જેઠ મહિને વટપૂજન વ્રત,
લોક જાગરણ કરતા , સાજન !

આષાઢી અંધારે મનમાં
વીજ સમાં તરવરતાં , સાજન !

શ્રાવણનાં સરવરની પાળે,
હવે એકલા ફરતા , સાજન !

ભાદરવો ભરપૂર વહે છે,
કાગ નિસાસા ભરતા , સાજન !

આસોનાં આંગણ સંભારે
પગલાં કુંકુમઝરતાં , સાજન !
Dukh ma pan sukh no ehsas kari jojo,phulo ni jem mastak nicha kari jojo,mati jase jeevan ni badhi fariyad,bas ek vaar prem kari jojo

armaano ne roke evi meenar hoi to saaru, dil ni ichhao ne roke evi deewar hoi to saaru, mare to mrutyu pachhi pan enej jovi chhe, maari kabar maa nani tirad hoi to saaru.

sambandh dil no sachvay etlu karjo,
wafa na ful na karmay etlu karjo,
kari chhe dosti to etli chhe vinanti,
aa dosti nu naam na lajvay etlu karjo.

Related Posts by CategoriesWidget by Hoctro | Jack Book

0 comments

Recieve Jokes By Email

Enter your email address:

Delivered by FeedBurner